Saturday, June 28, 2014

સિદ્ધી



સાવ સૂનો પડેલો પતંગ કૂદકા ભૂસકા મારતો'તો    
બસ આકાશને સર કરું …

વીખરાયેલો પડેલો માંજો ધમપછાડા કરતો'તો  
બસ આકાશની સફર કરું …

ત્યજાએલો ફીરકો મૂછને વળ દેતો'તો  
મારા વગર આકાશે કોણ પહોંચે …

પતંગ, માંજો, ફીરકો.
અહમ્ માં આળોટતા, અટૂલા, 
સ્વપ્નાં જોતા રહ્યા …

વ્હીસલ મારતા લંગોટિયા કનુ અને મનુ અગાશીએ પહોંચ્યા. 
એકબીજાને હળવેથી આંખ મારી.
કામે વળગ્યા.
અને સમૂહસ્વપ્નાં સર કર્યાં …

---