શબ્દ
કવિ મદારી?
હા, કરે છે રોજ એ
ખેલ શબ્દોના ...
---
કેમ રે લખું
હાઈકુ? છે અક્ષરો
સાવ કંજૂસ!
---
જમીનદોસ્ત
થાય લાચાર શબ્દો,
મૌન મલકે!
---
છાંટા પડે ક્વચિત્ મુસીબતોના, મુશળધાર વરસાદ મહેરબાનીનો ... ચંદ્રેશ ઠાકોર