ભૂલી જાવ
ઓગળું ઓગળું થઇ રહેલો
વેરવિખેર પડેલો આ બરફ ...
ભૂલી જાવ
ભર બપ્પોરે ઘેરી લેતી
ધૂંધળી એ ગમગીની ...
દિવ્યચક્ષુ ચઢાવ્યા છે શિયાળાએ.
જુએ છે
કંઈક કોયલકુટુંબોને બિસ્તરા બાંધતા
એમની વસંતસફર માટે,
અને પીગળી જાય છે ...
શિયાળો પણ
એના બિસ્તરા પર ફૂંક મારી રહ્યો છે …
---