સાવ સૂનો પડેલો પતંગ કૂદકા ભૂસકા મારતો'તો
બસ આકાશને સર કરું …
વીખરાયેલો પડેલો માંજો ધમપછાડા કરતો'તો
બસ આકાશની સફર કરું …
ત્યજાએલો ફીરકો મૂછને વળ દેતો'તો
મારા વગર આકાશે કોણ પહોંચે …
પતંગ, માંજો, ફીરકો.
અહમ્ માં આળોટતા, અટૂલા,
સ્વપ્નાં જોતા રહ્યા …
વ્હીસલ મારતા લંગોટિયા કનુ અને મનુ અગાશીએ પહોંચ્યા.
એકબીજાને હળવેથી આંખ મારી.
કામે વળગ્યા.
અને સમૂહસ્વપ્નાં સર કર્યાં …
---