અરે, દાયકાઓ વીતી ગયા એ વાતને.
વર્ષો પહેલાની મારી દુનિયામાં હું
રમત નો'તો રમતો,
લમત લમતો'તો!
લમતો લમતા લમતા
કમાલની થઇ:
ટપકાં જોડવાંમાંથી લખોટા ટીચતા પછી આટા પાટા
પછી હાર જીત અને આંટી ઘૂંટી
અરીસાની અવગણના અને કાવાદાવા ...
જાતજાતની રમત રમતો થઇ ગયો.
કોઈ કહે હું પલોટાયો ...
ના, ના
મારે ફરીથી
લમત લમવી છે ...
---
No comments:
Post a Comment