કાગળહોડી
સઢ ઉકેલી, કેવી
જલદી ભાગી!
---
મનઆંખો તો
ખડકી નહીં પણ
આયખું માપે.
---
ઉમ્મર રાચે
હવે પગ ઝબોળી
શૈશવકાંઠે.
---
પંખી ભેગાં, આ
માળામાં કલરવ
જાણે આસવ.
---
-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન
Wednesday, November 3, 2010
Subscribe to:
Post Comments (Atom)
તમારા કાવ્યો ગમ્યા વાંચો મારા કાવ્યો
ReplyDeletehttp://himanshupatel555.wordpress.com
આભાર