Wednesday, November 2, 2011

કાયાપલટ

ઘૂંટણિયા તાણતું પારણું
ધીમે ધીમે
એના સીમિત ખંડની ચાર િદવાલોમાંથી
બહાર નીકળ્યું.
વળાંકે વળાંકે ભટકાયું,
આમતેમ જરા ઠોકાયું,
અનુભવે ઘડાયું,
અને
એક િદવસ,
જાણે જોતજોતામાં,
એની કાયાપલટ થઈ ગઈ.
લોકોએ એનું નામ પણ બદલી નાંખ્યું.

એનું નવું નામઃ બાંકડો.

પેલા સીમિત ખંડની ચાર િદવાલો છોડીને
હવે બાગની મોકળાશ એ માણે છે,
ઝાડ નીચે બેસી ભૂતકાળની મીઠાશને વાગોળે છે,
ખુશનસીબને થાબડે છેઃ
માટીની સોડમ, કોકરવરણો તડકો, ખુશનુમા ઠંડક,
કોયલનો ટહૂકો, નવી કૂંપળો, હરિયાળી, ફૂલફળાદિ ...
મુશળધાર મહેરબાની ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

2 comments:

  1. Tame aatla positive kai reete rahi shako chho?

    ReplyDelete
  2. બહુ જ સ્હેલી વાત છે. સરસ આરોગ્યની ઈશ્વરે ભેટ આપી છે, માલેતુજાર હું નથી પણ હાથ ખેંચમાં નથી, કુટુંબકબીલો કલ્લોલતો છે. ગઈકાલ વીતી ગઈ છે. આવતી કાલની ચિંતા કરવાનો અર્થ નથી. જે છે એનો આનંદ એ જ કિંમતી મૂડી છે ...

    ReplyDelete