Friday, April 29, 2011

ઉધામા

રેતીને
જો
આસાનીથી ઓગાળી શકાય
તો, સહરાનું રણ
એટલાન્ટિક સમુદ્રની હરિફાઈ કરી શકે
અને, કદાચ જીતી પણ જાય!

પાણીની
જો
ઢગલી કરી શકાય
તો, એટલાન્ટિક સમુદ્ર
હિમાલયની હરિફાઈ કરી શકે
અને, એ પણ કદાચ જીતી જાય!

પણ, સબુર!
અશક્ય પાછળની
એ આંધળી દોટ પછી પામવાનું શું?
એક ડહોળો દરિયો, અને
એક પાણીપોચો પર્વત?


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન..

1 comment:

  1. માણસની ઉંમર સાથે સાહસ અને સાહસના મૂલ્યાંકનો બદલાય છે. અવિચારી અને તરંગવત ઉદ્યમ સામે 'ઉધામા' કાવ્ય લાલબત્તી ધરે છે.

    ReplyDelete