Sunday, December 25, 2011

તારું સ્મિત

તપ્ત સુક્કી માટીને પણ સાંગોપાંગે ભીંજવી દે
એવું તારું સ્મિત
મન મુકીને વરસી એને મ્હેક મ્હેકાવી રિઝવી દે
એવું તારું સ્મિત.

કાળા ભમ્મર વાદળિયાંને બેફામ ગગડતું રોકી દે
એવું તારું સ્મિત
ડાળ ઉપરથી સાવ સુક્કુંયે પાન ખરંતું અટકાવી દે
એવું તારું સ્મિત.

ટપકટપકતાં નેવાં પણ એ દુરદુરથી સૂકવી દે
એવું તારું સ્મિત
હિમ થીજેલા હૈયાને બસ પળભરમાં ઓગાળી દે
એવું તારું સ્મિત.


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

3 comments:

  1. કાળા ભમ્મર વાદળિયાંને બેફામ ગગડતું રોકી દે
    એવું તારું સ્મિત -
    ઘણુંજ સુંદર
    આ શબ્દોની સરખામણી માં કોલેજ નાવર્ષોની નાદાની તો જુઓ .

    રીત પ્રીત ની ઘેરાય છે સ્મિતમાં તમારા
    વરસસે વાદળી ક્યારે ભીંજવવા સમૂળગા
    ખબર કોને વા'શે કેવા, વાયરા કાલે અષાઢી
    છોડી લાજ ગર્જો આજ, દો વીજમાં સળગવા
    ભરત શાહ

    ReplyDelete
    Replies
    1. આભાર, ભરતભાઈ. ... ઉમ્મર તો ઉમ્મરનું કામ કરતી જ રહેવાની!! "વીજમાં સળગવા"નો વિચાર જેટલો સ્વાભાવિક હતો એટલું જ સ્વાભાવિક થઈ પડે છે "સાવ સુક્કુંયે પાન ખરંતું" વિચારોમાં આવી જાય એ!

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete