Monday, February 6, 2012

લકીરો

આદિકાળથી
તું
લકીરો કોતરતો રહ્યો છે.
એની કોઈ પૂર્વયોજના ખરી?
કે પછી
સ્હવાર પડે અને કામ પર ચઢવું તે ચઢવું?

વચ્ચે વચ્ચે
આરામ કરે ખરો?
ક્યારેક તો ખાલી થતી જ હશે ને
તારી મહેરબાનીની ગઠરી?
એક ગઠરી ખાલી થાય ને
બીજી ખૂલે એ દરમિયાન શું?
તું એકાદું ઝોકું ખાઈ લે?
કે પછી
એ વચગાળાની લકીરો કોઈ કમનસીબની હથેલીએ?

મારે
જોવું છે તારું ટાંકણું.
જોવી છે તારી હથોડી.
સમજવો છે એ રેખાઓનો ઉદ્ભવ ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

2 comments:

  1. ''વચગાળાની લકીરો કોઈ કમનસીબની હથેળીએ? ''
    સરસ!

    ReplyDelete
  2. જોવું છે તારું ટાંકણું.
    જોવી છે તારી હથોડી.

    Enee badhi vastuo "Classified-not even for Eyes only"- Jubaro ustaad chhe e

    ReplyDelete