Wednesday, January 25, 2012

હાઈકુ (૪) ઃ બાંકડો

બાંકડો પીએ
જીવનનિચોડનો
અર્ક મીઠ્ઠો.
---
બાંકડો ઊભો
શેરીનાકે ઝાંખપ
અવગણતો!
---
બાંકડામેળો
ચકડોળો ફરતી
ગઈકાલમાં.
---
ગરબે ઘૂમે
બાંકડો, લાકડીને
દઈ ફંગોળી.
---
બાંકડો બેઠો
વાગોળે છે ઠૂમકો
વૈજયંતિનો.
---

--ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

3 comments:

  1. pahelun,biju and chhelun mane vadhu priy...

    ReplyDelete
  2. બાંકડો બેઠો
    વાગોળે છે ઠૂમકો
    વૈજયંતિનો.

    Loved it

    pachhe bichaaro sambhale

    vandaro Thayo
    gharado pan hajoo
    gulant gai?

    ReplyDelete
  3. વાહ

    સૂક્કો છો' રહ્યો,
    ભીની લાગણી તણો
    સાક્ષી બાંકડો........આરતી પરીખ

    https://artiparikh.wordpress.com/

    ReplyDelete