Tuesday, July 28, 2009

તક્દીર

આ જામ તો સદંતર છલકતું રહ્યું છે
નિજાનંદે નિરંતર મલકતું રહ્યું છે
તરસ બેતરસ જેવો ઘૂંટ ભરું ત્યાં
કોઇ એને લગાતાર ભરતું રહ્યું છે ...

ઓ જામ તો સદંતર ખાલી પડ્યું છે
જાણે નિરંતર એ તો ઊંધું પડ્યું છે
ખબર છે મને એ કંઇ ઠલવાયું નથી
ચોતરફ બધું તો કોરું પડ્યું છે ...

-- ચંદ્રેશ ઠાકોર
ર્નોર્થવિલ, મીશીગન

2 comments:

  1. તકદીર અને શરાબમાં એક સામ્ય છે

    બેઉ ચઢ્તી હોય ત્યારની મઝા અને મસ્તી કંઈ ઓર હોય છે
    બેઉ ઉતરતી હોય ત્યારનો માથાનો દુખાવો કંઈ ઓર હોય છે

    ReplyDelete