Friday, August 14, 2009

ત્રીજી ફેબ્રુઆરી



સવાર તો રોજ પડે છે
રાત તો રોજ ઢળે છે
તારીખિયું તો રોજ ફરે છે ...

પણ, રોજ
મ્હેંદી રંગાતી નથી
ચૂડીઓ રણકતી નથી
માંડવો બંધાતો નથી
શરણઇ સંભળાતી નથી ...

રોજ અને આજ:
તફાવત માત્ર તું!

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

1 comment:

  1. તમારી લગ્ન સંવત્સરી યાદ રાખવી પડશે

    હોય ત્રીજી કે તેરમી
    હીમાળી કે દાહક કારમી
    પ્રેમમાં વીતતી હર પળે
    વાગતી હોય છે શરણાઈ
    બિસમીલ્હાહ ખાનની.

    ReplyDelete