ડાયનાસોરની
બાલુશી વાતોમાં મશગૂલ
ચાર વર્ષનો એ જીવ
મને પૂછે છે, ઘણી વાર:
પાપા, આમ કેમ?
એની કુતૂહલ ભરપૂર મીઠાશમાં ડબુકિયા કરતો હું
વિચારું છું:
કાલ ઊઠીનેએ જ જીવ પૂછશે
પાપા, આમ કેમ નહીં?
ચાર વર્ષની બાળક સહજ મીઠાશ,
શક્ય છે,
ચોવીસે નહીં હોય.
એ મીઠાશને
એક એરટાઈટ ડબ્બામાં
ભરી શકાય?
-- -- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન
Saturday, June 13, 2009
Subscribe to:
Post Comments (Atom)
પાપા, આમ કેમ?
ReplyDeleteકેદ શાને કરવી મીઠાશને?
ગુંગળાવવીજ હોયતો
ચાલોને ડબ્બામાં ઉતારીએ
કડવાશને
પાપા, આમ કેમ નહીં?
કરીએ ન કરીએ,
સવાલ પુછવામાં
શું જાય છે પાપા?
ભરત શાહ
એ કેદ નથી દિકરા, સંઘરવાનો પ્રયત્ન છે. ભવિષ્યમાં કામ લાગે એટલે! અને દિકરા, કડવાશને મારે ગુંગળાવવી નથી, મારે તો એને ફેંકી દેવી છે ...
ReplyDelete